કાજુ ભલે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય, પણ તેનું વધુ પડતું સેવન નુકસાનકારક બની શકે છે.



કાજુમાં ચરબી અને કેલરીનું પ્રમાણ વધુ હોવાથી, તે તમારું વજન ઝડપથી વધારી શકે છે.



વધુ માત્રામાં રોજ કાજુ ખાવાથી તમે મેદસ્વીપણાનો શિકાર બની શકો છો.



તેથી, વજન નિયંત્રણમાં રાખવા માટે કાજુનું સેવન હંમેશા મર્યાદામાં કરવું જોઈએ.



કાજુમાં ફાઇબરનું પ્રમાણ પણ વધુ હોય છે, જે વધુ ખાવાથી પેટની સમસ્યાઓ નોંતરે છે.



તેનાથી પેટ ફૂલવું (બ્લોટિંગ), ગેસ અને ઝાડા જેવી પાચન સંબંધિત તકલીફો થઈ શકે છે.



આ જ કારણોસર આરોગ્ય નિષ્ણાતો કાજુને ઓછી માત્રામાં ખાવાની સલાહ આપે છે.



દિવસમાં એક મુઠ્ઠીભર કાજુ ખાવા પૂરતા છે, તેનાથી વધુ ખાવાથી નુકસાન થઈ શકે છે.



આમ, સ્વાદમાં સારા લાગતા કાજુ વધુ ખાવાથી ફાયદાને બદલે નુકસાન કરે છે.



નોંધ: કોઈપણ ઉપાય અપનાવતા પહેલા હંમેશા ડોક્ટર કે ડાયેટિશિયનની સલાહ લો.