છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણનું સ્તર વધવા લાગ્યું છે.



દર વર્ષે દિવાળી દરમિયાન ફટાકડાના કારણે વાયુ પ્રદૂષણમાં વધારો કરે છે.



પ્રદૂષણથી અસ્થમા, એલર્જી અને અન્ય શ્વસન સમસ્યાઓ, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં વધારો થાય છે.



આ સિવાય પ્રદૂષણની અસર આંખો અને ત્વચા પર પણ જોવા મળે છે.



વાયુ પ્રદૂષણની અસર ત્વચા પર પણ દેખાઈ શકે છે. આના કારણે ત્વચામાં બળતરા, પિગમેન્ટેશન, ખીલ અને પિમ્પલ્સ થઇ શકે છે.



આવી સ્થિતિમાં આ સમસ્યાઓથી બચવા માટે તમારે તમારી ત્વચાની સંભાળ લેવાની જરૂર છે.



ત્વચા પર પ્રદૂષણની અસરોને ઘટાડવા માટે તમારા ચહેરાને દિવસમાં બે વાર ધોવો જોઇએ



તેની સાથે અઠવાડિયામાં બે વાર સ્ક્રબ કરો, જે ત્વચામાં રહેલા ધૂળના કણોને દૂર કરવામાં મદદ કરશે.



આ સિવાય ઘરની બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લગાવો. તે તમારી ત્વચાને હાનિકારક યુવી કિરણો અને પ્રદૂષણથી બચાવવામાં મદદ કરે છે.



તમારા ચહેરા પર એલોવેરા ફેસ માસ્ક, હળદરથી બનેલો ફેસ માસ્ક અને ઓટ્સથી બનેલો ફેસ માસ્ક લગાવી શકો છો.



ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં પણ મદદ કરે છે. તમે રાત્રે નારિયેળ અથવા બદામનું તેલ પણ લગાવી શકો છો.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો