બદલાતી ઋતુમાં ગળું બેસી જવું કે દુખાવો થવો એ એક સામાન્ય સમસ્યા છે.



સૌથી સરળ ઉપાય, નવશેકા પાણીમાં હળદર અને મીઠું નાખીને દિવસમાં બે વાર કોગળા કરો.



આમ કરવાથી ગળામાં રહેલા બેક્ટેરિયા દૂર થાય છે અને સોજામાં રાહત મળે છે.



એક કપ પાણીમાં મેથીના દાણા ઉકાળીને તે પાણીથી કોગળા કરવા પણ ખૂબ અસરકારક છે.



નવશેકા પાણીમાં તાજા નારંગીનો રસ અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને પીવાથી પણ ફાયદો થાય છે.



આ પીણું શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરી ગળાની સમસ્યામાં રાહત આપે છે.



એક દેશી ઉપાય તરીકે, નાગરવેલના પાનને સહેજ ગરમ કરીને ગળા પર લગાવવાથી સોજો ઉતરે છે.



તજ અને કેરીની છાલની ચા બનાવીને પીવાથી પણ ગળાની બળતરા અને દુખાવામાં આરામ મળે છે.



આ બધા ઘરેલુ ઉપચાર કુદરતી રીતે ગળાના દુખાવા અને ઇન્ફેકશનને મટાડવામાં મદદ કરે છે.



જો સમસ્યા ગંભીર હોય અથવા લાંબા સમય સુધી રહે, તો ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.