કાળા મરીને મસાલાનો રાજા કહેવામાં આવે છે, જે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.



સૂતા પહેલા ગરમ દૂધમાં એક ચપટી કાળા મરીનો પાવડર નાખીને પીવાથી પાચન અને શરદી-ઉધરસમાં રાહત મળે છે.



એક ચમચી મધમાં થોડું પીસેલું કાળા મરી મિક્સ કરીને ખાવાથી ગળાના દુખાવા અને રોગપ્રતિકારક શક્તિમાં ફાયદો થાય છે.



આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા અનુસાર, કાળા મરી અને લીંબુના રસને ગરમ પાણીમાં ભેળવીને પીવાથી શરીર ડિટોક્સ થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.



એક ચપટી કાળા મરીને એક ચમચી દેશી ઘી સાથે ખાવાથી સાંધાનો દુખાવો અને શરીરનો થાક દૂર થાય છે.



તમે તમારા રોજિંદા ખોરાક જેમ કે દાળ, શાકભાજી, ખીચડી કે સલાડમાં પણ કાળા મરી ઉમેરી શકો છો, જે પાચનમાં મદદ કરે છે.



ધ્યાન રાખો કે કાળા મરીનું વધુ પડતું સેવન પેટમાં બળતરા કરી શકે છે.



જો તમને પેટમાં અલ્સર અથવા ગેસ્ટ્રિકની સમસ્યા હોય તો કાળા મરીનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.



કાળા મરીના ફાયદા ત્યારે જ મળે છે જ્યારે તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે.



આ રીતે કાળા મરીને તમારા આહારમાં સામેલ કરીને તમે તેના સ્વાસ્થ્ય લાભો મેળવી શકો છો.