હળદર ભલે ગુણોનો ભંડાર હોય, પણ કેટલાક કિસ્સાઓમાં તે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.



જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા હોય અથવા વારંવાર થતી હોય, તેમના માટે તે જોખમી છે.



હળદરમાં રહેલું 'ઓક્સાલેટ' તત્વ પેશાબમાં પથરી બનવાની પ્રક્રિયાને વધારી શકે છે.



હળદર કુદરતી રીતે લોહીને પાતળું કરવાનું કામ કરે છે.



જે લોકો લોહી પાતળું કરવાની દવાઓ (બ્લડ થિનર્સ) લેતા હોય, તેમણે હળદરનું વધુ સેવન ટાળવું.



બજારમાં મળતી હળદરની ગોળીઓ (સપ્લીમેન્ટ્સ) ડોક્ટરની સલાહ વગર ક્યારેય ન લેવી જોઈએ.



દવાઓ સાથે હળદરના સપ્લીમેન્ટ્સ લેવાથી કિડની પર ગંભીર આડઅસર થઈ શકે છે.



ખોરાકમાં રોજિંદા વપરાશમાં લેવાતી હળદર સામાન્ય રીતે સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે.



સમસ્યા ત્યારે થાય છે જ્યારે તેને દવા સમજીને વધુ માત્રામાં લેવામાં આવે.



કોઈપણ બીમારીમાં હળદરનો ઉપચાર તરીકે ઉપયોગ કરતાં પહેલાં હંમેશા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.