હળદરવાળું દૂધ ભલે ગુણકારી હોય, પરંતુ કેટલાક લોકો માટે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે.



ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ વિના તે ન પીવું જોઈએ, કારણ કે તે બ્લડ સુગરને અસર કરી શકે છે.



જો તમને લીવર સંબંધિત કોઈ બીમારી જેવી કે ફેટી લીવર કે હેપેટાઇટિસ હોય, તો તેનું સેવન ટાળો.



હળદરમાં રહેલું 'ઓક્સાલેટ' તત્વ કિડનીમાં પથરીની સમસ્યાને વધારી શકે છે.



જેમને પહેલાથી જ કિડનીમાં પથરીની સમસ્યા હોય, તેમણે હળદરવાળું દૂધ બિલકુલ ન પીવું જોઈએ.



હળદરની તાસીર ગરમ હોવાથી કેટલાક લોકોને પેટમાં બળતરા કે ગેસની સમસ્યા થઈ શકે છે.



જો તમને હળદર કે દૂધથી કોઈ પણ પ્રકારની એલર્જી હોય, તો તેનું સેવન નુકસાન કરી શકે છે.



એલર્જીના કારણે ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ કે સોજો જેવી સમસ્યાઓ થઈ શકે છે.



કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાનકારક હોય છે, આ નિયમ હળદરવાળા દૂધને પણ લાગુ પડે છે.



કોઈ પણ બીમારીમાં કોઈપણ ઘરેલુ ઉપચાર કરતાં પહેલાં હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.