કાકડી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તેનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે.



કાકડી ખાધા પછી તરત પાણી પીવાથી ઝાડા થઈ શકે છે.



અતિશય કાકડી ખાવાથી તેના બીજના મૂત્રવર્ધક ગુણધર્મોને કારણે શરીરમાં પાણીની ઉણપ (ડિહાઇડ્રેશન) વધી શકે છે.



કેટલીક કાકડીઓ પર એલર્જી પેદા કરી શકે તેવું મીણનું પડ ચઢાવવામાં આવે છે.



કાકડીની ઠંડી પ્રકૃતિને કારણે તેનું વધુ પડતું સેવન સાઇનસાઇટિસની સમસ્યા વધારી શકે છે.



કડવી કાકડી ખાવાથી શરીરમાં ઝેરી તત્વો વધી શકે છે અને અન્ય સમસ્યાઓ સર્જી શકે છે.



કાકડીમાં ભરપૂર પોટેશિયમ હોય છે, જેનું વધુ પ્રમાણ પેટ સંબંધિત સમસ્યાઓ નોતરી શકે છે.



જે લોકોને પહેલેથી જ પેટ સંબંધિત સમસ્યાઓ હોય તેમણે કાકડીનું સેવન ટાળવું જોઈએ.



ઠંડી પ્રકૃતિ ધરાવતી હોવાથી શરદી-ખાંસી જેવી સમસ્યાઓમાં પણ કાકડી ટાળવી હિતાવહ છે.



જેમને કોઈ ખોરાકની એલર્જી હોય, તેમણે કાકડીનું સેવન કરતા પહેલા સાવચેતી રાખવી.



કાકડીનું સેવન હંમેશા સંતુલિત માત્રામાં કરવું જોઈએ જેથી તેના ફાયદા મેળવી શકાય અને નુકસાનથી બચી શકાય.