ઉનાળામાં ઠંડક આપતી છાશ સ્વાસ્થ્ય માટે ગુણકારી, પણ સમયનું ધ્યાન રાખવું જરૂરી



ઉનાળાની ગરમીમાં રાહત મેળવવા માટે છાશ એક ઉત્તમ પીણું છે. તે શરીરને અંદરથી ઠંડક આપે છે અને અનેક સ્વાસ્થ્ય લાભો પણ પૂરા પાડે છે.



છાશમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન બી12 અને ફાયબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.



છાશ આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને શરીરમાં પાણીની કમી થવા દેતું નથી.



તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો શરીરને રોગોથી બચાવે છે. પરંતુ, છાશ પીવાનો પણ એક યોગ્ય સમય છે.



દિવસ દરમિયાન તમે ગમે ત્યારે છાશ પી શકો છો, પરંતુ જમ્યા પછી છાશ પીવી સૌથી વધુ ફાયદાકારક છે.



જમ્યા પછી છાશ પીવાથી પાચનક્રિયા સુધરે છે કારણ કે તેમાં રહેલા સ્વસ્થ બેક્ટેરિયા અને લેક્ટિક એસિડ ખોરાકને પચાવવામાં મદદ કરે છે.



છાશ મેટાબોલિઝમ સુધારે છે અને પેટમાં બળતરા અને એસિડિટીથી રાહત આપે છે.



વધુ પડતું ભોજન લીધું હોય તો છાશ રામબાણ ઇલાજ સાબિત થાય છે અને ખોરાકને ઝડપથી પચાવે છે.



દિવસમાં એક ગ્લાસ છાશ પીવી સ્વાસ્થ્ય માટે સારી છે, પરંતુ વધુ માત્રામાં સેવન કરવાથી સમસ્યા થઈ શકે છે.