રાત્રે જમ્યા પછી વરિયાળી ખાવાથી પાચનક્રિયા સુધરે છે.



તે એસિડિટી, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.



વરિયાળીમાં રહેલું ફાઇબર વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.



તેમાં રહેલા પોષક તત્વો હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.



વરિયાળી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, કારણ કે તેમાં વિટામિન સી હોય છે.



તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હોવાથી હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.



વરિયાળી મોં ફ્રેશ કરવાનું કામ કરે છે.



તેમાં ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન સી, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે.



બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ વરિયાળી ખાઈ શકે છે.



ભોજન પછી માત્ર બે ચપટી વરિયાળી ખાવી પૂરતી છે, વધુ પડતી માત્રા ટાળવી જોઈએ.