ઉનાળામાં શરીરને ઠંડક અને તાજગીની જરૂર પડે છે, કાચી ડુંગળી એક પ્રાકૃતિક અને સસ્તો ઉપાય છે.



કાચી ડુંગળી ખાવાથી શરીર અંદરથી ઠંડુ રહે છે અને હીટસ્ટ્રોકથી બચે છે.



ડુંગળીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.



ડુંગળીમાં ફાઈબર હોય છે, જે પાચનને સુધારે છે અને ગેસ, કબજિયાત અને અપચોની સમસ્યા ઓછી કરે છે.



રોજ કાચી ડુંગળી ખાવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે.



કાચી ડુંગળી ખાવાથી ત્વચામાં ચમક આવે છે અને વાળ ખરતા ઓછા થાય છે.



ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે.



ડુંગળીને ધોઈને છોલીને ખાવી જોઈએ અને ખાલી પેટ ન ખાવી જોઈએ.



ડુંગળીથી એલર્જી હોય તો ડૉક્ટરની સલાહ લો.



ઉનાળામાં રોજિંદા આહારમાં ડુંગળીનો સમાવેશ કરો અને સ્વસ્થ રહો.