તમારી સૂવાની ખોટી રીત હૃદય પર દબાણ વધારીને હાર્ટ એટેકનું જોખમ નોંતરી શકે છે.



ખાસ કરીને, પેટના બળે સૂવું સૌથી વધુ નુકસાનકારક છે, જેનાથી શ્વાસ અને રક્ત પ્રવાહમાં તકલીફ પડે છે.



ખોટી રીતે સૂવાથી પીઠ અને ગરદનનો દુખાવો, નસકોરા અને એસિડિટી જેવી સમસ્યાઓ પણ સામાન્ય છે.



પીઠ પર સૂતી વખતે: ઘૂંટણની નીચે ઓશીકું રાખો, આમ કરવાથી કમરના સ્નાયુઓને આરામ મળે છે.



પડખે સૂતી વખતે: બંને ઘૂંટણની વચ્ચે ઓશીકું રાખો, જેથી તમારી કરોડરજ્જુ સીધી રહે.



ડાબા પડખે સૂવાના ફાયદા: આ સ્થિતિમાં સૂવાથી પાચનતંત્ર સુધરે છે અને એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે.



સગર્ભા સ્ત્રીઓ અને પાચનની સમસ્યાવાળા લોકો માટે ડાબી બાજુ સૂવું શ્રેષ્ઠ છે.



જમણા પડખે સૂવાના ફાયદા: આ સ્થિતિમાં સૂવાથી હૃદય પરનું દબાણ ઘટે છે, જે હૃદયના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.



આમ, પાચન માટે ડાબી બાજુ અને હૃદયના સ્વાસ્થ્ય માટે જમણી બાજુ સૂવું વધુ હિતાવહ છે.



માત્ર ઊંઘના કલાકો જ નહીં, પણ સૂવાની સાચી રીત અપનાવવી પણ સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.