વિશ્વભરમાં ઘણા ખેડૂતો મોતીની ખેતી કરે છે. કારણ કે બજારમાં તેની માંગ ઘણી વધારે છે મોતીનો ઉપયોગ જ્વેલરી અને બ્યુટી પ્રોડક્ટ્સ બનાવવા માટે થાય છે મોતીની ખેતી સામાન્ય રીતે ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે કરવામાં આવે છે. શરૂઆતમાં તેની ખેતી માટે લગભગ 25,000 રૂપિયાનો ખર્ચ થાય છે. જેમાં ખેડૂતો 500 મસલના નાના યુનિટમાંથી તેની ખેતી શરૂ કરી શકે છે. દરેક છીપમાં એક મોતી હોય છે જે બજારમાં રૂ.300 થી રૂ.1500 સુધીની કિંમતમાં વેચાય છે. ખેડૂતો પ્રથમ બેચમાં ઓછામાં ઓછા 1,50,000 રૂપિયા કમાઈ શકે છે સરકાર મોતીની ખેતી માટે 15 દિવસની મફત તાલીમ પણ આપે છે.