પીએમ મોદીનું એરપોર્ટ પર સીએમ યોગીએ સ્વાગત કર્યુ હતું એરપોર્ટથી બહાર નીકળતા જ પીએમ મોદીનો રોડ શો શરૂ થયો હતો રોડ શોમાં ઠેક ઠેકાણે પીએમ મોદી પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી પીએમ મોદીની ઝલક મેળવવા લોકો પણ આતુર હતા, મોદીએ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદીએ માહિતી પણ મેળવી હતી જે બાદ પીએમ મોદીએ 2 અમૃત ભારત અને 6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી પીએમ મોદીએ અમૃત ભારત ટ્રેનમાં બાળકો સાથે સંવાદ પણ કર્યો હતો