બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબે ટી-20માં સૌથી વધુ વિકેટ ઝડપી છે ન્યૂઝિલેન્ડના બોલર ટીમ સાઉથી આ લિસ્ટમાં બીજા સ્થાન પર છે. તેણે 111 વિકેટ ઝડપી છે. શ્રીલંકાના પૂર્વ બોલર લસિથ મલિંગાના નામે 107 વિકેટ છે. અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનના નામે 103 વિકેટ છે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ટી-20માં 98 વિકેટ ઝડપી છે. બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝૂર રહમાને 86 વિકેટ ઝડપી છે પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર ઉમર ગુલે ટી-20માં 85 વિકેટ ઝડપી છે. પાકિસ્તાનના પૂર્વ સ્પિનર સઇદ અજમલે ટી-20મા 85 વિકેટ ઝડપી છે. ન્યૂઝિલેન્ડના બોલર ઇશ સોઢી આ યાદીમાં નવમા નંબર પર છે. ઇગ્લેન્ડનો ઝડપી બોલર ક્રિસ જોર્ડન 79 વિકેટ સાથે 10મા નંબર પર છે.