આમાં સૌથી પહેલું નામ જગદંબિકા પાલનું આવે છે તેઓ 1998માં માત્ર 44 કલાક માટે ઉત્તર પ્રદેશના સીએમ બન્યા હતા જે બાદ બીજું નામ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું છે વર્ષ 2019માં તેમણે માત્ર 3 દિવસમાં જ રાજીનામું આપવું પડ્યું હતું બીએસ યેદિયુરપ્પા અને એસસી મરાક પણ 3-3 દિવસ સીએમ રહ્યા છે જે પછીનું નામ હરિયાણાના દિગ્ગજ નેતા ઓમપ્રકાશ ચૌટાલાનું છે તેઓ 1991માં 4 દિવસ અને 1190માં માત્ર 5 દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા જે બાદ બિહાર કોંગ્રેસના નેતા સતીશ પ્રસાદ સિંહ આવે છે તેઓ 1968માં માત્ર 5 દિવસ માટે સીએમ રહ્યા હતા