80ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી મંદાકિની ફરી ચર્ચામાં છે. મંદાકિનીનું સાચું નામ યાસ્મીન જોસેફ હતું રાજ કપૂરની 'રામ તેરી ગંગા મૈલી'માં મંદાકિની મુખ્ય અભિનેત્રી હતી. 'રામ તેરી ગંગા મૈલી'ની સફળતાએ મંદાકિનીને રાતોરાત મોટી સ્ટાર બનાવી દીધી. મંદાકિનીનું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડવામાં આવ્યું છે. અભિનેત્રીએ 1996માં બોલિવૂડને અલવિદા કહ્યું હતું. મંદાકિનીનો લુક હવે ઘણો બદલાઈ ગયો છે અભિનેત્રીએ 1990માં બૌદ્ધ સાધુ ડૉ. રિનપોચે ઠાકુર સાથે લગ્ન કર્યા હતા. મંદાકિની તેના પરિવાર સાથે મુંબઈમાં રહે છે બોલિવૂડથી દૂર મંદાકિની પોતાના પારિવારિક જીવનમાં ખુશ છે