અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મે નવો રેકોર્ડ બનાવ્યો છે આ ફિલ્મે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે, પરંતુ આ લિસ્ટમાં વધુ એક રેકોર્ડ જોડાયો છે. પુષ્પા ભારતની પ્રથમ ફિલ્મ બની છે, જેના આલ્બમને અત્યાર સુધીમાં 500 કરોડની નજીક વ્યૂ મળી ચૂક્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટ અને મેકર્સ માટે આ એક નવી સિદ્ધિ છે. પુષ્પાની સફળતા બાદ તેના બીજા ભાગ એટલે કે પુષ્પા ધ રૂલનું બજેટ પણ વધી ગયું છે. અલ્લુ અર્જુને પણ તેની ફી વધારીને લગભગ 90 કરોડ રૂપિયા કરી દીધી છે પુષ્પા ધ રૂલ 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થશે