ભૂમિ પેડનેકરે બદલ્યો લૂક ભૂમિ પેડનેકર પોતાના અભિનયથી લોકોના દિલ જીતી ચૂકી છે તેણીએ ખૂબ જ ટૂંકા ગાળામાં ઇન્ડસ્ટ્રીમાં પોતાને સાબિત કરી છે તે પોતાની જાતને કોઈપણ પાત્રમાં અનુકૂળ કરી શકે છે આજે તે એવા તબક્કે છે, જ્યાં લોકો તેની એક ઝલક મેળવવા માટે આતુર છે છેલ્લા ઘણા દિવસોથી ભૂમિ તેના બોલ્ડ લુકથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે ભૂમિ સારી રીતે જાણે છે કે ચાહકોનું દિલ કેવી રીતે જીતવું. ભૂમિ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રક્ષા બંધન' માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં અભિનેત્રી અક્ષય કુમાર સાથે લીડ રોલમાં જોવા મળશે.