વિશ્વભરમાં અનેક નદીઓ વહે છે, જેમાં કરોડો હિન્દુઓની આસ્થા છે માન્યતા મુજબ કેટલીક નદીમાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે પરંતુ આ બધા વચ્ચે એક એવી નદી છે જેના પાણીમાં હાથ લગાવતાં પણ ડરે છે કર્મનાશા નદીને સ્પર્શતા લોકો ડરે છે ઉત્તર પ્રદેશ અને બિહારમાં આ નદી વહે છે ઉત્તરપ્રદેશના ચંદૌલી, સોનભદ્ર અને વારાણસીમાંથી કર્મનાશા નદી વહે છે જે આગળ જતાં બક્સરમાં ગંગાને મળી જાય છે લોકો અનુસાર શુભ કામથી જતા લોકો માટે આ નદી શ્રાપિત છે કથાઓ અનુઆસર આ નદીના પાણીને સ્પર્શ કરવાથી બનેલું કામ પણ બગડી જાય છે