રણવીર સિંહ હાલ તેના ન્યૂડ ફોટોશૂટને લઈ ચર્ચામાં છે. તેની આ તસવીરો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. આ દરમિયાન રણવીરના ફેંસ માટે ખુશખબર સામે આવ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે હોલીવૂડ સ્ટાર સાથે કામ કરતો જોવા મળશે. એએનઆઈ મુજબ રણવીર સિંહને હોલીવૂડ અભિનેતા સાથે એક્શન એડવેંચર મિની સીરિઝ ઓફર કરાઈ છે. એજન્સીએ સૂત્રોના હવાલેથી આપેલી માહિતી પ્રમાણે, રણવીરને મોટી એક્શન એડવેંચર મિની સીરિઝ ઓફર થઈ છે. જેમાં તેની સાથે હોલીવૂડ એક્શન સુપરસ્ટાર પણ નજરે પડશે. રણવીરને આ રોલ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખી આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પર ટૂંક સમયમાં કામ શરૂ થશે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ