બોલિવૂડની આ હિટ ફિલ્મોની ઓફરને ઠુકરાવી ચૂકી છે રશ્મિકા મંદાના શાહિદ કપૂરની ફિલ્મ જર્સીની ઓફરને રશ્મિકા ઠુકરાવી ચૂકી છે. રશ્મિકાએ ઠુકરાવ્યા બાદ આ ફિલ્મ મૃણાલ ઠાકુરને મળી છે. રશ્મિકાએ પોતાની ડેબ્યૂ સાઉથની ફિલ્મ કિરિક પાર્ટીથી કર્યું હતું. આ ફિલ્મની હિંદી રિમેકમાં કાર્તિક આર્યન સાથે તેને ઓફર કરાઇ હતી. પરંતુ એક્ટ્રેસ ઇનકાર કરી દીધો હતો. થલાપતિ વિજયની સુપરહિટ ફિલ્મ પહેલા રશ્મિકાને ઓફર કરાઇ હતી પરંતુ મેકર્સ અને એક્ટ્રેસ વચ્ચે વાત બની શકી નહીં. સંજય લીલા ભણશાળી રશ્મિકા અને રણદીપ હુડ્ડા સાથે એક ફિલ્મ બનાવવા માંગતા હતા પરંતુ કોઇ કારણસર આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહી અને એક્ટ્રેસે ઇનકાર કરી દીધો