તમારા મનપસંદ ટેલિવિઝન સ્ટાર્સ કેટલા ભણેલા છે તેની અહી જાણકારી અપાઇ છે. નાના પડદાની ફેવરિટ વહુ દિવ્યાંકા ત્રિપાઠીએ માઉન્ટેનિયરિંગનો કોર્સ કર્યો છે.દિવ્યાંકાએ રાઇફલમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. 'કુબૂલ હૈ' ની ઝોયા એટલે કે સુરભી જ્યોતિએ અંગ્રેજીમાં M.A કર્યું છે. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અભિમન્યુ બનીને લોકોના દિલ જીતી રહેલા હર્ષદ ચોપરાએ એન્જિનિયરિંગ પણ કર્યું છે. પાર્થ આર્કિટેક્ટમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવે છે. તેજસ્વી પ્રકાશે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યું છે. 'અનુપમા'માં અનુજ કાપડિયાની ભૂમિકા નિભાવનાર ગૌરવ ખન્નાએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કર્યું છે. ટેલિવિઝનની ‘અનુપમા’ ભલે શોમાં અંગ્રેજી બોલતા શરમાતી હોય, પરંતુ અંગત જીવનમાં રૂપાલી ગાંગુલી હોટેલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવે છે.