શાહરૂખ ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ધનિક અભિનેતાઓમાંના એક છે. શાહરૂખ ખાન તેની એક ફિલ્મ માટે તગડી ફી પણ લે છે. આવી સ્થિતિમાં તે પોતાના સ્ટાફનું પણ ખૂબ ધ્યાન રાખે છે. શું તમે જાણો છો કે તેમના મેનેજરનું એક વર્ષનું પેકેજ કેટલું છે? તમને જાણીને નવાઈ લાગશે કે તેની મેનેજર પૂજા દદલાનીનું પેકેજ 9 કરોડ રૂપિયા છે. રિપોર્ટ્સ અનુસાર, પૂજા દદલાનીનું વાર્ષિક પેકેજ 7 થી 9 કરોડની વચ્ચે છે. પૂજા દદલાની કિંગ ખાનના પરિવારની ખૂબ જ નજીક છે અને હંમેશા તેની સાથે રહે છે. ડીએનએ મુજબ, તે ખૂબ જ ભવ્ય રીતે જીવે છે અને તેની પાસે મર્સિડીઝ કાર અને બાંદ્રામાં એક ઘર છે. આટલું જ નહીં, ગૌરી ખાને પોતે આ ઘર ડિઝાઇન કર્યું છે.