ટીવી એક્ટ્રેસ શહેનાઝ ગિલ મડ બાથની તસવીરો શેર કરી છે શહનાઝે ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી હતી આ તસવીરોમાં શહનાઝ કિચડમાં પોઝ આપતી જોવા મળે છે. શહનાઝની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ તસવીરો સાથે શહનાઝે લખેલું કેપ્શન ચર્ચાનો વિષય બન્યું છે. કિચડમાં સ્નાન કરતી શહનાઝે લખ્યું છે- 'સ્પા ટાઈમ' શહનાઝની આ તસવીરોને ફેન્સ પસંદ કરી રહ્યા છે. યુઝર્સ કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે માત્ર શહનાઝ ગિલ જ આ કરી શકે છે શહનાઝ જલ્દી જ સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે All Photo Credit: Instagram