ઘણા લોકોને મોડી રાત સુધી જાગવાની ટેવ હોય છે

જેની તેમના સ્વાસ્થ્ય પર આડ અસર થતી હોય છે

રિસર્ચરોએ જોયું કે જે લોકો મોડે સુધી જાગતા હતા અને સવારે મોડે સુધી સૂઇ રહેતા હતા
તેવા લોકોના મુત્યુનું પ્રમાણ 10 ટકા વધારે હતું.


આ સંશોધનમાં ધુમ્રપાન, શરાબની આદત, વજન તથા
સામાજિક આર્થિક સ્થિતિ પણ જોવામાં આવી હતી.


સંશોધકનું માનવું છે કે આ લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મુદ્દો હોવાથી તેને નજર અંદાજ કરી શકાય નહી.

મોડે સુધી જાગતા લોકોને મુત્યુનો ડર પણ વધારે સતાવતો હતો.

તેમનામાં ડાયાબિટીસ, પેટ અને શ્વાસને લગતી તકલીફ, શરાબ અને ધુમ્રપાનનું વ્યસન પણ વધારે હતું

શોધકોનું કહેવું હતું કે મોડે સુધી જાગવા અને સૂવાથી બાયોલોજિકલ કલોક આસપાસના વાતાવરણ સાથે મેચ થતી નથી.

ખોટા સમયે ભોજન લેવાથી, અપૂરતી ઉંઘ તથા કસરતના અભાવથી માનસિક તણાવ પેદા થાય છે.



મોડે સુધી જાગનારાઓએ પોતાની આ ટેવ બદલવી જોઇએ એટલું જ નહી તબીબી સલાહ પણ લેવી જોઇએ.