બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હાલમાં અભિનેત્રીએ મુંબઈમાં દરિયા કિનારે એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે અભિનેત્રીના આ લક્ઝરી ઘરની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. સોનાક્ષી સિન્હાએ બાંદ્રા વેસ્ટ સી ફેસ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. તેના આ ઘરની ડીલ 11 કરોડ રૂપિયામાં થઈ છે. એપાર્ટમેન્ટ બાંદ્રાના કેસી રોડ પર બિલ્ડિંગના 26મા માળે છે. અભિનેત્રીએ આ માટે 55 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. એપાર્ટમેન્ટમાં ચાર કાર પાર્કિંગની જગ્યા છે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના ઘરની તસવીરો પણ શેર કરી હતી All Photo Credit: Instagram