સ્વરા ભાસ્કરનો સ્ટાઇલિશ લુક સ્વરા ભાસ્કરનો જન્મ 9 એપ્રિલ 1988ના રોજ દિલ્હીમાં થયો હતો. તેના પિતા ચિત્રાપુ ઉદય ભાસ્કર એક નાવલ ઓફીસર છે. માતા દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સિનેમા સ્ટડિઝમાં પ્રોફેસર છે. સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સ્ટાઇલિશ તસવીરો શેર કરતી રહે છે. સ્વરાએ દિલ્હીની JNUમાંથી સમાજશાસ્ત્રમાં ડિગ્રી મેળવી છે. સ્વરા ભાસ્કર બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી છે. સ્વરા અવારનવાર રાજકીય મુદ્દાઓ પર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ રાંઝના, ગુઝારીશ, તનુ વેડ્સ મનુ, અનારકલી ઓફ આરાહ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સ્વરાએ પોતાની કારકિર્દીની શરૂઆત માધોલાલ કીપ વોકિંગથી કરી હતી.