તમિલ સિનેમામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

તમિલ ફિલ્મ અભિનેત્રી પૌલિન જેસિકા ઉર્ફે દીપાનું માત્ર 29 વર્ષની વયે અવસાન થયું.

અભિનેત્રી પૌલિન જેસિકાએ પોતાનું સ્ટેજ નામ દીપા રાખ્યું હતું. તે ઉભરતી સ્ટાર એક્ટ્રેસ હતી.

અભિનેત્રીનો મૃતદેહ તેમના ઘરના એક રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો

તમિલ અભિનેત્રીના આકસ્મિક અવસાનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપા એક છોકરાને ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ તેની સાથે અભિનેત્રીના સંબંધો સારા નહોતા

સંબંધોમાં સમસ્યાઓના કારણે દીપાએ આત્મહત્યા કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી છે, જેમાં લખ્યું છે કે તે આખી જિંદગી કોઈના પ્રેમમાં રહેશે

અભિનેત્રી દીપા ચેન્નાઈના વિરુગમ્બક્કમમાં મલ્લિકાઈ એવન્યુ નામના એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી.


તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ