અજાણ્યા નંબરો પરથી આવતા સ્પામ કે ફોન કોલ્સથી બધા જ પરેશાન હોય છે.

કેટલાક લોકોને વોટ્સએપ પર અજાણ્યા નંબરો પરથી ઘણા બધા કોલ પણ આવે છે.

જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો તમે આ કોલ્સને સરળતાથી સાયલેન્ટ કરી શકો છો.

જો તમે એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો પહેલા વોટ્સએપ એપ ઓપન કરો.

પ્રાઈવેસીમાં જઈને પછી કોલ્સ પર જાવ. અહીં તમને સાયલેન્ટ અનનોન કોલર ઓપ્શન દેખાશે.

Published by: gujarati.abplive.com

તેને ઓન કરતા જ અજાણ્યા નંબરો પરથી આવતા બધા વોટ્સએપ કોલ્સ સાયલન્ટ થઈ જશે.

Published by: gujarati.abplive.com

આઈફોન પર અજાણ્યા કોલ્સને સાયલેન્ટ કરવાની પ્રક્રિયા એન્ડ્રોઇડ જેવી જ છે.

Published by: gujarati.abplive.com

પ્રાઈવેસીમાં જાવ અને કોલ્સ વિકલ્પ પર ટેપ કરો. ટેપ કર્યા પછી સાયલન્ટ અનનોન કોલર વિકલ્પ દેખાશે. બાદમાં ટૉગલ ઓન કરો.

Published by: gujarati.abplive.com

આ ફીચરની ખાસ વાત એ છે કે સાયલન્ટ કર્યા પછી પણ કૉલ્સનો સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

તમે કૉલ્સ ટેબ પર જઈને જોઈ શકો છો કે તમને કોણે કૉલ કર્યો છે. જો જરૂરી હોય તો તમે તે નંબર પર ફરીથી સંપર્ક કરી શકો છો.