ડેબિટ કાર્ડ બેંકિંગ સોલ્યુશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આનાથી આપણે બેંકમાં ગયા વગર તરત જ રોકડ ઉપાડી શકીએ છીએ. પરંતુ, કેટલીકવાર તે ચોરી અથવા ખોવાઈ પણ શકે છે. આવી સ્થિતિમાં આપણે તરત જ ડેબિટ કાર્ડ બ્લોક કરવું જોઈએ. જેથી કોઈ તેનો દુરુપયોગ ન કરી શકે ક્રેડિટ કાર્ડ બ્લોક કરવાનું હવે ઘણું સરળ થઈ ગયું છે તમે તેને નેટ બેન્કિંગ અને SMS સેવા દ્વારા તરત જ બ્લોક કરી શકો છો. પરંતુ આ માટે તમારી પાસે રજિસ્ટર્ડ ફોન નંબર હોવો જરૂરી છે. આ માટે દરેક બેંકનું પોતાનું ઓનલાઈન પોર્ટલ છે. આ પોર્ટલ દ્વારા તમે ઘરે બેઠા તમારા ડેબિટ કાર્ડને બ્લોક કરી શકો છો.