બોલિવૂડની ફિટ અભિનેત્રીઓની યાદીમાં કંગના રનૌતનો સમાવેશ થાય છે. કંગના રનૌત પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સભાન છે હાલમાં જ તેણે પોતાની ફિટનેસનું રહસ્ય સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. કંગના તેના દિવસની શરૂઆત એક ગ્લાસ પાણીથી કરે છે અને ત્યારબાદ એક કપ કડક ચા પીવે છે. ચાની એસિડિક પ્રકૃતિને સંતુલિત કરવા માટે તે તેની સાથે પલાળેલી બદામ અને કિસમિસ ખાય છે. જો તે શૂટિંગ પર હોય તો નારિયેળ પાણી સાથે નાસ્તો પણ લે છે. પરંતુ જો તે ઘરે હોય, તો તે ફક્ત નાળિયેર પાણી પીવે છે. આ સિવાય કંગના ઓપ્શનમાં ફ્રેશ લેમોનેડ અથવા બટર મિલ્ક પણ રાખે છે. તે મીઠું, લીંબુ અને ફુદીનો મિક્સ કરીને ગોળનો રસ પીવે છે. કંગના બપોરના ભોજનમાં મોટાભાગે શાકભાજી, દાળ અને ભાત ખાય છે. કંગનાને ડિનરમાં દહીં ભાત પસંદ છે