સ્ટાર પ્લસના શો ‘કસૌટી જીંદગી કી’માં અનુરાગ બાસુનું પાત્ર ભજવનાર પાર્થ સામથને ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની ઓફર ઠુકરાવી દીધી હતી.



દ્રષ્ટિ ધામી ટીવી ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રીએ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રિટર્ન્સની ઓફર ફગાવી દીધી હતી.



એક રિપોર્ટ અનુસાર કરણ ટૈકર ધર્મા પ્રોડક્શનની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2થી ડેબ્યૂ કરવાનો હતો, પરંતુ અભિનેતાએ પોતે જ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો.



મોહિત રૈનાએ બિપાશા બાસુની બિગ બજેટ ફિલ્મ ક્રિચર 3Dને ઠુકરાવી દીધી. જોકે અભિનેતાએ ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક’ અને ‘શિદ્દત’ ફિલ્મોમાં તેની એક્ટિંગનો પરચો આપ્યો હતો.



શાહીર શેખે પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેને અત્યાર સુધી ઘણી મોટા બજેટની ફિલ્મોની ઓફર મળી છે, પરંતુ તે અત્યારે ટીવી છોડવા માંગતો નથી.



રિપોર્ટ અનુસાર, એરિકા ફર્નાન્ડિસને પણ અત્યાર સુધી ઘણી ફિલ્મોની ઓફર મળી છે, પરંતુ અભિનેત્રીએ હાલમાં નાના પડદાથી મોટા પડદા પર શિફ્ટ થવાનું વિચાર્યું નથી.



સુરભી ચંદનાએ ઘણી ટીવી સિરિયલોમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે. અભિનેત્રીને ઘણી મોટી ફિલ્મોની ઓફર પણ મળી છે,



કપિલ શર્માને મોટા ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકોએ ફિલ્મની ઓફર કરી છે પરંતુ તે માત્ર કોમેડી જોનર પર જ ધ્યાન આપવા માંગે છે. આ જ કારણ છે કે તેણે ઘણી મોટા બજેટની ફિલ્મો પણ રિજેક્ટ કરી છે.



રિપોર્ટ અનુસાર, અંકિતા લોખંડેને પણ હેપ્પી ન્યૂ યર અને બાજીરાવ મસ્તાની ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે તેને ઠુકરાવી દીધી હતી.