અવનીત સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ જોવા મળે છે. તેની ગ્લેમરસ અને સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં જ અવનીત કૌરે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી વાદળી રંગના લહેંગામાં સુંદર લાગી રહી છે. અવનીત કૌર આ તસવીરોમાં અપ્સરા જેવી લાગી રહી છે. અવનીત કૌરની આ તસવીરોને થોડા જ કલાકોમાં 5 લાખથી વધુ લાઈક્સ મળી છે. અવનીત કૌરની ઉંમર માત્ર 20 વર્ષની છે. પરંતુ આટલી નાની ઉંમરમાં તેના ઈન્સ્ટાગ્રામ પર 30 મિલિયન ફોલોઅર્સ છે. ટૂંક સમયમાં જ અવનીત કૌર બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ટીકુ વેડ્સ શેરુથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.