ઉર્વશી રૌતેલા જાણીતી એક્ટ્રેસ અને મોડલ છે. ઉર્વશીનો જન્મ 25 ફેબ્રુઆરી, 1994ના રોજ ઉત્તરાખંડના નૈનીતાલમાં થયો હતો. ઉર્વશીનો એક નાનો ભાઈ પણ છે, જેનું નામ યશ રૌતેલા છે. ઉર્વશીએ સ્કૂલનો અભ્યાસ ડીએવી સ્કૂલ કોટદ્વારથી કરી છે. તેણે 17 વર્ષથી વયે મિસ યૂનિવર્સ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો. મોડલિંગમાં નામ કમાયા બાદ ઉર્વશીએ 2012માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે કરિયરની શરૂઆત એકશન થ્રિલર ફિલ્મ સિંહ સાબ ધ ગ્રેટથી કરી હતી. ઉર્વશી હની સિંહના વીડિયો આલ્બમ લવ ડોઝમાં પણ જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, ઉર્વશીએ સ્કૂલના દિવસોમાં જ મોડલિંગ કરવાનું શરૂ કર્યુ હતું. 2011માં તેને મિસ ટૂરિઝમ ક્વીન ઓફ ધ યર જાહેર કરાઈ હતી. ઉર્વશીના સોશિયલ મીડિયા ફેંસ તેની તસવીરોની આતુરતાથી રાહ જોતી હોય છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ