નેપોટિઝમનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહે છે, જાહ્નવી કપૂરે પણ આ અંગે ખુલીને વાત કરી હતી. જાહ્નવી કપૂરે કહ્યું કે દરેક વ્યક્તિ વિચારે છે કે અમે તેના માટે સક્ષમ નથી જાહ્નવી કહે છે કે લોકો એવું વિચારે છે કે અમને માત્ર નેપોટિઝમના કારણે જ તક મળે છે. જ્હાન્વીના મતે એવું બિલકુલ થતું નથી જ્હાન્વીએ વધુમાં કહ્યું કે ખુશી કપૂર અને શનાયા કપૂર બંને આત્મવિશ્વાસથી ભરેલી છે. અભિનેત્રી કહે છે કે આ આત્મવિશ્વાસ બંનેમાં પોતાની મેળે આવી ગયો છે. નેપોટિઝમ પર જાહ્નવીએ આગળ કહ્યું કે એક એવો મુદ્દો છે, જે ક્યારેય ખતમ નહીં થાય. જ્હાન્વીએ વર્ષ 2018માં ફિલ્મ 'ધડક' દ્વારા ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. જ્હાન્વી કપૂરની ફિલ્મ 'મિલી' તાજેતરમાં જ રીલિઝ થઈ છે. જ્હાન્વી કપૂરની ફિલ્મ મિલીને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.