કરીના કપૂર ખૂબ જ વૈભવી જીવન જીવે છે અને તેની નેટવર્થ પણ કરોડોમાં છે. વીરે દી વેડિંગ પછી કરીનાએ તેની ફી વધારીને 10 કરોડ કરી દીધી છે. આ પહેલા કરીના કોઈપણ ફિલ્મમાં કામ કરવા માટે 7 કરોડ લેતી હતી. કરીના કપૂર પાસે એક-બે નહીં પરંતુ અનેક લક્ઝરી કાર છે કરીના પાસે મર્સિડીઝ બેન્ઝ એસથી લઈને ઓડી Q7 અને રેન્જ રોવર સ્પોર્ટ એસયુવી સુધીની ઘણી કાર છે. કરીના પાસે Lexus LX 470 નામની કાર પણ છે જેની કિંમત 2.32 કરોડ છે. રિપોર્ટ્સ અનુસાર, કરીનાની નેટવર્થ 440 કરોડથી વધુ છે. કરીના કપૂર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. કરીના કપૂરે વર્ષ 2000માં ફિલ્મ રેફ્યુજીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ માટે કરીનાને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યુ ફીમેલ એવોર્ડ મળ્યો હતો.