ગર્ભાવસ્થામાં પગપાળા ચાલવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે પરંતુ તેમાં કેટલીક સાવધાની રાખવી જરૂરી છે સામાન્ય રીતે ગર્ભવતી મહિલાઓએ દરરોજ 30 મિનિટ સુધી પગપાળા ચાલવું જોઈએ તેનાથી શારીરિક સક્રિય રહેવાની સાથે માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે આ સ્થિતિમાં દરેક વ્યક્તિની શારીરિક સ્થિતિ અને આદતોના આધાર પર નિર્ભર કરે છે સૌથી પહેલા ગર્ભવતી મહિલાએ પહેલા તેના ડોક્ટર સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ શરૂઆતમાં સાવધાનીપૂર્વક અને ધીમે ધીમે પગપાળા ચાલવું જોઈએ સારા ફિટિંગવાળા શૂઝ પહેરી પગપાળા ચાલવું જોઈએ સુરક્ષિત જગ્યા પર જ પગપાળા ચાલવું જોઈએ ગર્ભવતી મહિલાએ પગપાળા ચાલતી વખતે પૂરતી માત્રામાં પાણી પીવું જોઈએ