ચોમાસામાં ભેજના કારણે સ્કાલ્પમાં પરસેવો અને ગંદકી વધુ જમા થાય છે, જેનાથી વાળ ખરે છે.

ભેજના કારણે ફંગલ ઇન્ફેક્શન અને ડેન્ડ્રફનું જોખમ પણ વધે છે.

જે હેયર ફોલનું સૌથી મોટું કારણ બની શકે છે.

વરસાદમાં ભીના વાળને લાંબા સમય સુધી ન રાખો.

અઠવાડિયામાં 2-3 વખત માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોવાથી સ્કાલ્પ સ્વચ્છ રહે છે.

નાળિયેર, બદામ અથવા આર્ગન તેલથી હળવી માલિશ કરવાથી વાળના મૂળ મજબૂત બને.

પ્રોટીન, આયર્ન, બાયોટિન અને ઝિંકથી ભરપૂર આહાર વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક.

પૂરતું પાણી પીવાથી શરીર અને સ્કાલ્પ હાઇડ્રેટ રહે છે.

ભીના વાળમાં કાંસકો ન ફેરવો, કારણ કે તે સમયે વાળ વધુ નબળા હોય છે.

પૂરતી ઊંઘ લો અને તણાવ ઓછો રાખો, વાળ વધુ ખરતા હોય તો નિષ્ણાતની સલાહ લો.