હાલમાં જ ચીનમાંથી વધુ એક વાયરસ મળ્યાના સમાચાર સામે આવ્યા છે.



ચીની સંશોધકોએ નવા બેટ કોરોનાવાયરસ HKU5-CoV-2ની શોધ કરી છે



ચીનમાં જોવા મળેલ HKU5-CoV-2 બેટ કોરોનાવાયરસ માનવ કોષોમાં પ્રવેશી શકે છે



ચીનનો આ નવો વાયરસ કોવિડ-19 જેવો ખતરનાક સાબિત થઈ શકે છે.



આ વાયરસ ચામાચીડિયામાં પણ જોવા મળ્યો છે અને તે માણસોને સંક્રમિત કરી શકે છે.



આ વાયરસ એ જ પ્રોટીનનો ઉપયોગ કરીને કોષોમાં પ્રવેશ કરે છે જે કોવિડ-19 ફેલાવતા SARS-CoV-2 વાયરસમાં હતા.



વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વાયરસ અન્ય પ્રાણીઓ દ્વારા પણ મનુષ્યમાં આવી શકે છે.



આ નવા વાયરસની શોધ વાઈરોલોજિસ્ટ શી ઝેંગલી દ્વારા કરવામાં આવી છે



આ વાયરસ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોનો રિપોર્ટ સેલ નામના રિસર્ચ મેગેઝિનમાં પણ પ્રકાશિત થયો છે.