વિશ્વ પર્યાવરણ દિવસ 2025 દર વર્ષે 5 જૂને ઉજવવામાં આવે છે.



સંયુક્ત રાષ્ટ્રએ 1972માં આ દિવસની ઉજવણી શરૂ કરી હતી અને ત્યારથી તે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.



આ ખાસ દિવસ દર વર્ષે એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે, જે પર્યાવરણીય મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે.



વર્ષ 2025 માટે પર્યાવરણ દિવસની થીમ 'એન્ડ પ્લાસ્ટિક પોલ્યૂશન' રાખવામાં આવી છે.



આ થીમ પસંદ કરવામાં આવી છે કારણ કે પ્લાસ્ટિક પ્રદૂષણ આજે વિશ્વની સૌથી મોટી પર્યાવરણીય સમસ્યાઓમાંની એક બની ગઈ છે.



પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ આપણા પર્યાવરણને જોખમમાં મુકી રહ્યો છે.



આના કારણે પ્રાણીઓને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને માઇક્રોપ્લાસ્ટિક માનવ સ્વાસ્થ્ય માટે પણ ઘાતક સાબિત થઈ રહ્યા છે.



દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, જેમાંથી ખૂબ જ નાનો ભાગ રિસાયકલ થાય છે.



પ્લાસ્ટિક પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે. સમુદ્રમાં ઘણું પ્લાસ્ટિક ફેંકવામાં આવે છે, જે દરિયાઈ જીવોને ગૂંગળાવી રહ્યું છે



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો