લગ્ન એ એક પવિત્ર બંધન છે, પરંતુ એક દેશ એવો છે જ્યાં લગ્નની પહેલી રાતનો ખર્ચો સરકાર ઉઠાવશે.



આ દેશ બીજો કોઈ નહીં પરંતુ આપણો મિત્ર દેશ રશિયા છે, જે વસ્તી વધારવા માટે અવનવા ઉપાયો કરી રહ્યું છે.



રશિયાની સરકાર વર-કન્યાના લગ્નની પહેલી રાતનો ખર્ચ ઉઠાવવાની અનોખી યોજના બનાવી રહી છે.



રશિયામાં વસ્તી ઘટવાનો દર ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે, જેથી સરકાર વસ્તી વધારવા માટે પ્રયત્નશીલ છે.



રશિયન સરકાર વસ્તી વધારવા માટે અગાઉ પણ અનેક યોજનાઓ લાવી ચૂકી છે.



હવે નવી યોજના હેઠળ લગ્ન પછી તરત જ ગર્ભાવસ્થાની શક્યતાઓ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.



એવું માનવામાં આવે છે કે લગ્નની પહેલી રાતનો ખર્ચ સરકાર ઉઠાવે તો યુગલોને પ્રોત્સાહન મળી શકે છે.



મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન સરકાર હોટેલના ખર્ચ તરીકે અંદાજે 22,632 રૂપિયા ચૂકવવાનું વિચારી રહી છે.



એટલું જ નહીં, રશિયન સરકાર લગ્ન પહેલાં યુગલોની પહેલી ડેટનો ખર્ચ પણ ચૂકવશે, જે 4,302 રૂપિયા હોઈ શકે છે.



રશિયાનું આ પગલું વસ્તી વધારવાની દિશામાં કેટલું સફળ થશે તે તો સમય જ કહેશે, પરંતુ હાલમાં આ સમાચાર ખૂબ જ ચર્ચામાં છે.