23 વર્ષની યુવતીએ જીત્યો જેકપોટ, લોટરીમાં લાગ્યું 1150 કરોડ રૂપિયાનું ઈનામ, જાણો વિગત
લંડનઃ બ્રિટનમાં એક યુવતી માટે વર્ષ 2019ની શરૂઆત યાદગાર રીતે થઈ છે. 23 વર્ષની યુવતીને લોટરીમાં 1150 કરોડ રૂપિયાનું ઈનામ લાગ્યું છે. જેના કારણે તે દેશની ચૌથી સૌથી મોટી લોટરી વિજેતા બની છે. મંગળવાર રાતે યોજાયેલા ડ્રોમાં બ્રિટનના અન્ય 10 લોકોને પણ લોટરી લાગી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા મહિના અગાઉ બ્રિટનના 51 વર્ષના એન્ડ્રૂ ક્લાકને 76 મિલિયન યુરોનો જેકપોટ લાગ્યો હતો. નવ યુરોપિયન દેશોમાં ‘યુરોમિલિયન’ના દર સપ્તાહે બે ડ્રો થાય છે.
ધ નેશનલ લોટરીના સીનિયર વિનર્સ એડવાઇઝર એન્ડી કાર્ટરે લોટરીની ટિકિટ ખરીદનારાઓને તેમના નંબર ચેક કરવા કહ્યું હતું. યુરો મિલિયન ડ્રોમાં 01, 08, 11, 25 અને 28 નંબર હતા જ્યારે લકી નંબર 04 અને 06 હતા. આ લોટરી જીતનારની ઓળખ છૂપી રાખવામાં આવી છે પણ એવા અહેવાલ છે કે, આ લોટરી જીતનારી એક 23 વર્ષની યુવતી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -