✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાકિસ્તાન: ખૈબર પખ્તૂનખ્વામા હંગૂમાં બ્લાસ્ટ, 25ના મોત, 35 ઘાયલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Nov 2018 03:57 PM (IST)
1

ખાસ વાત તો એ છે કે થોડી વાર પહેલા જ પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં ચીનના દૂતાવાસ બહાર ગોળીબાર થયો. પોશ વિસ્તારના ક્લિફ્ટનમાં થયેલા ગોળીબારમાં બે પોલીસકર્મીઓના મોત થયા છે. આ ગોળીબાર બાદ અથડામણમાં ત્રણ આતંકીઓને પણ ઠાર કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં સુરક્ષાદળને ગોઠવી દેવામાં આવ્યું છે.

2

સુરક્ષા સાથે જોડાયેલા સુત્રોનું કહેવું છે કે આ બ્લાસ્ટ એક ધાર્મિક સ્થળની બહાર થયો છે. આ બ્લાસ્ટમાં આશરે 35 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ કહ્યું, ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટ બાદ સુરક્ષાદળોએ તમામ વિસ્તારને ઘેરી તપાસ શરૂ કરી છે.

3

પેશાવર: પાકિસ્તાનના રાજ્ય ખૈબર પખ્તુનખ્વામાં બ્લાસ્ટ થવાના કારણે 25 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનના જિયો ટીવી મુજબ, આ બ્લાસ્ટ હંગૂના લોઅર ઓરકઝઈ વિસ્તારમાં થયો છે. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈએ નથી લીધી.

  • હોમ
  • દુનિયા
  • પાકિસ્તાન: ખૈબર પખ્તૂનખ્વામા હંગૂમાં બ્લાસ્ટ, 25ના મોત, 35 ઘાયલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.