✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બ્રિટેનમાં 38 ભારતીયોની ધરપકડ, વીઝાની શરતોના ઉલ્લંઘનનો આરોપ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Apr 2017 08:32 AM (IST)
બ્રિટેનમાં 38 ભારતીયોની ધરપકડ, વીઝાની શરતોના ઉલ્લંઘનનો આરોપ
1

લંડનઃ બ્રિટનમાં ઇમિગ્રેશન અધિકારીઓએ લીસેસ્ટર શહેરમાં બે કાપડના કારખાનામાં દરોડા પાડીને નવ મહિલાઓ સહિત 38 ભારતીયોની વીઝા મળ્યા કરતાં વધારે સમય સુધી રહેવા અને ગેરકાયદેસર રીતે કામ કરવાના આરોપમાં ધરપકડ કરી છે.

2

અધિકારીઓએ 19 લોકોની ધરપકડ કરી છે જેને બ્રિટેનમાંથી બહાર કાઢવામાં આવશે, જ્યારે 20 અન્યને ગૃહ કાર્યાલયમાં નિયમિત રીતે રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. જો એ સાબિત થઈ જાય કે કંપનીઓએ પોતાના કર્મચારીઓને કાયદાકીય માન્યતા અપાવવા માટે પગલા નથી લીધા તો આ બન્ને કંપનીઓને 20,000 પાઉન્ડ પ્રત્યેક કર્મચારી દંડ આપવો પડી શકે છે.

3

બ્રિટેનમાં ગૃહ કાર્યાલયના ઇમિગ્રેશન અધિકારીઓએ વિતેલા સપ્તાહે ઇંગ્લેડના ઈસ્ટ મિડલેન્ડ્સ વિસ્તારમાં આવેલ શહેરની એમકે ક્લોથિંગ લિમિટેડ અને પેશન ટાઈમ્સ યૂકે લમિટેડ પર દરોડા પાડ્યા હતા અને 38 ભારતીય અને ને એક અફઘાન નાગરિકની ધરપકડ કરી હતી. મળતા અહેવાલ અનુસાર ધરપકડ કરવામાં આવેલ 31 લોકો પોતાના વીઝા પૂરા થઈ ગયા હોવા છતાં બ્રિટેનમાં રહ્યા, સાત લોકો ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસ્યા હતા અને એક વ્યક્તિએ પોતાની વીઝાની શરતોનું ઉલ્લંઘન કરીને કામ કર્યું છે.

  • હોમ
  • દુનિયા
  • બ્રિટેનમાં 38 ભારતીયોની ધરપકડ, વીઝાની શરતોના ઉલ્લંઘનનો આરોપ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.