પેરિસમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા આતંકી હુમલો, એક પોલીસ ઓફિસરનું મોત, હુમલાખોર ઠાર
અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ ફાયરિંગ આતંકી હુમલાને લગતું છે. ફ્રાન્સમાં રવિવારે પ્રેસિડન્ટ ઇલેક્શન થવાના છે. મહત્વપૂર્ણ છે કે ફ્રાન્સમાં 2015માં થયેલા આતંકી હુમલા બાદ ઇમરજન્સીમાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા બે વર્ષોમાં અહીં થયેલા આતંકી હુમલામાં 230 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક ન્યૂઝ એજન્સીને એક પ્રત્યક્ષદર્શીના હવાલાથી અહેવાલ આપ્યો છે કે બે લોકોએ પોલીસની ગાડી પર હુમલો કર્યો. તેણે જણાવ્યું કે એક હુમલાખોર કારથી બહાર આવ્યો અને પોલીસ પર ઓટોમેટિક ગનથી ફાયરિંગ શરૂ કરી દીધું. એક પોલીસવાળાનું મોત થઈ ગયું અને અનેક ઘાયલ થયા.
પોલીસનું કહેવું છે કે સંદિગ્ધ હુમલાખોર 39 વર્ષીય કરીમ સી છે. તેણે 2001માં એક અધિકારીની હત્યા કરી હતી. ત્યારે તેને 20 વર્ષની જેલ થઈ હતી. પોલીસે હુમલાખોરના ઘરે પર દરોડો પાડ્યો છે. આ આતંકી હુમલો પેરિસના ચેમ્પ્સ એલીસીસ બુલેવાર્ડ વિસ્તારમાં થયો. ફ્રાન્સમાં તે સમયે રાતના 9 વાગી રહ્યા હતા.
અમાક ન્યૂઝ એજન્સી મુજબ, આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે (IS) હુમલો કરનારાઓને પોતાના યોદ્ધા કહ્યા છે. સાથોસાથ હુમલાની જવાબદારી પણ લીધી છે. ફ્રાંસ્વા ઓલાંદે જણાવ્યું કે આ આતંકી હુમલો લાગે છે. અમારી એજન્સીઓ તેની તપાસમાં લાગેલી છે. હુમલાખોરોની પાસે ઓટોમેટિક હથિયારો હતા. હુમલામાં સામેલ એક સંદિગ્ધની પણ ઓળખ થઈ છે, તેને કોઈની મદદ મળી હતી કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.
પેરિસઃ ગઈકાલે અડધી રાત્રે ફ્રાન્સની રાજધાની પેરિસમાં એક જાહેર સ્થળ પર મોટો આતંકવાદી હુમલો થયો છે. જેમાં એક પોલીસ કર્મચારીનું મોત થયું છે જ્યારે બે ઘાયલ થયા છે. પોલીસે તરત જ ચપળતા બતાવતા આતંકવાદીનો પીછો કર્યો અને જવાબી કાર્રવાઈમાં પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -