7 વર્ષના દીકરાએ મા સાથે કર્યા લગ્ન, કારણ જાણીને તમે પણ ઇમોશનલ થઈ જશો
તેમણે જણાવ્યું કે, લોગન બીમાર પડ્યો તે પહેલા કાયમ કહેતો હતો કે તે મારી સાથે લગ્ન કરવા માંગે છે. તેને બ્યૂટી એન્ડ ધ બીસ્ટ બહુ પસંદ છે. હવે તેને એ મળ્યું જે તે ઈચ્છતો હતો. તે બહુ ખુશ છે અને કોઈ પણ મા આ જ ઈચ્છશે.
મા જોલિએને પોતાના દીકરાની આ ઈચ્છા પૂરી કરવા માટે ફેયરીટેલ વેડિંગનું આયોજન કર્યું. તે પોતે રાજકુમારી બની અને લોગન એક દિવસનો રાજા બન્યો. લગ્નની થીમ બ્યૂટી એન્ડ ધ બીસ્ટ હતી. જોકે, સમારોહ સાચો હતો અને તેમાં આખો પરિવાર, સગા અને મિત્રોને પણ આમંત્રિત કરાયા હતા. મા જોલિએને કહ્યું કે, તેમના માટે બહુ ઈમોશનલ સમય હતો. મિત્રો અને પરિવારજનોની મદદથી અભિભૂત છું.
લંડનના લિંકનશાયરમાં રહેતો લોગન જેનેટિક ડિસોર્ડર લ્યૂકોડિસ્ટ્રોફીથી પીડિત છે અને થોડા દિવસનો જ મહેમાન છે. આ બીમારીનો કોઈ ઈલાજ નથી. આ ડિસોર્ડરમાં નર્વસ સિસ્ટમ(ચેતાતંત્ર)માં વિક્ષેપ આવે છે. સાથે જ મગજ પર પણ અસર પડે છે. તેની છેલ્લી ઈચ્છા છે કે તે તેની મા સાથે લગ્ન કરે. કોઈ પરીઓની કહાણીની જેમ પોતાને રાજકુમાર અને તેની માતાને રાજકુમારીની જેમ જોવા માંગતો હતો.
નવી દિલ્હીઃ મા-બાપ બાળકોના સપના પૂરા કરતા હોય છે. લંડનમાં રહેતા 7 વર્ષના લોગને પણ એક સપનું જોયું કે તે તેની માતા સાથે લગ્ન કરવા છે. જોકે માતા જોલિએને દીકરાની આ ઈચ્છા પૂરી કરી અને સાથે સાથે પરિવારે પણ તેમાં તેનો સાથ આપ્યો.