વિદ્યાર્થીઓને નકલ કરતાં રોકવા માટે સમગ્ર દેશમાં ઇન્ટરનેટ કર્યું બંધ, જાણો વિગતે
શિક્ષણ પ્રધાન નૌરિયા બેનધાર્બિટને જણાવ્યું કે, પરીક્ષા કેન્દ્રો પર મેટલ ડિટેક્ટર્સ લગાવવામાં આવ્યા છે. પ્રશ્નપત્ર લીક થવાથી બચવા માટે આ જગ્યા પર પણ જામર્સ અને સર્વિલન્સ કેમેરા લગાવવામાં આવ્યા છે જ્યાં પ્રશ્નપત્રો છપાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2016માં થયેલ એક્ઝામ દરમિયાન મોટા પાયે નકલ થઈ હતી. આદરમિયાન પરીક્ષામાં પૂંચવામાં આવેલ સવાલ પરીક્ષા પહેલા જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. વિતેલા વર્ષે પ્રશાસને ઓપરેટર્સને સોશિય મીડિયા એક્સેસને પ્રતિબંધિત કરવાનો આદેશ આપ્યો પરંતુ તેનાથી સમસ્યાનું સમધાન ન થઈ શક્યું. ઇન્ટરનેટ એક્સેસવાળા ઇલેક્ટ્રોનિક સામાન જેમ કે મોબાઈલ અને ટેબલેટ્સને આ વર્ષે અલ્જીરિયાના 2000 એક્ઝામ સેન્ટર્સ પર બેન કરવામાં આવ્યા છે.
હવે જ્યાં સુધી અહીં પરીક્ષા ચાલશે ત્યાં સુધી 7 લાખ વિદ્યાર્થીઓને નકલ કરતાં લોકવા માટે ઇન્ટરનેટ બંધ કરવામાં આવશે. સોમવારે આ પરીક્ષાઓ થવાની છે. ટેલિકોમ એસોસિએશન AOTAના અધ્યક્ષ અલી કહલાને જણાવ્યું કે, ઓપરેટર્સ માટે સરકારની માગને પૂરી કરવી જરૂરી છે.
કુલ બે કલાક માટે સમગ્ર દેશમાં મોબાઈલ અને ફિક્સ્ડ ઇન્ટરનેટ ઠપ્પ થઈ ગયા. અલ્જીરી ટેલિકોમે જણાવ્યું કે, સરકારના આદેશ અનુસાર, ઇન્ટરનેટ સેવા રોકવામાં આવી હતી જેથી હાઈ સ્કૂલ ડિપ્લોમાં ટેસ્ટમાં કોઈ અવરોધ ન આવે.
નવી દિલ્હીઃ ભારતમાં એક બાજુ પરીક્ષાઓમાં નકલના અહેવાલ અવારનવાર આવતા રહે છે ત્યારે એક દેશ એવો પણ છે જેણે વિદ્યાર્થીઓને નકલ કરતાં રોકવા માટે ઇન્ટરનેટ જ બંધ કરી દીધું. અલ્જીરિયામાં બુધવારે હાઈ સ્કૂલ ડિપ્લોમાં એક્ઝામ શરૂ થઈ અને પહેલા દિવસે નકલ રોકવા માટે ઇન્ટરનેટ બ્લેકઆઉટ કરી દીધું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -