પુત્રી ઇવાન્કાને બ્રેસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન માટે દબાણ કરતાં હતાં ડોનાલ્ડ ટ્રમ્પ, બુકમાં થયો ખુલાસો
ફોક્સે બુકમાં લખ્યું છે કે, જ્યારે ઇવાન્કા કોએટ સ્કૂલમાં ભણતી હતી તો ડોનાલ્ડ ટ્રમ્પે સ્કૂલને કહ્યું કે અહીં હેલિપેડ બનાવી દો જેથી તેમની પુત્રી ઇવાન્કા વીકએન્ડમાં ન્યૂયોર્ક જઇ શકે.
ઇવાન્કાના ટીમ એજના કિસ્સા યુએસમાં ખુબ ફેમસ છે. જ્યારે ઇવાન્કા કોએટ સ્કૂલામાં ભણતી હતી, ત્યારે એક પાર્ટીમાં ગઇ હતી. તે પાર્ટી બાદ ડ્રગ લેવાના કારણે તેને સ્કૂલમાંથી થોડાક દિવસો માટે રિસ્ટ્રિક્ટ કરી દેવાઇ હતી. જ્યારે અન્ય સ્ટૂડન્ટને જે પાર્ટીમાં સાથે હતા તેઓને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. કહેવાય છે કે ઇવાન્કા ટ્રમ્પની પુ્ત્રી હતી તેના કારણેજ તેને કાઢવામાં આવી નહીં.
ઇવાન્કાના ટીન એજના અનેક કિસ્સા છે, જે સામાન્ય લોકોથી અલગ છે. ફોક્સે લખ્યું છે કે જ્યારે ઇવાન્કાં વૉર્ટન કૉલેજમાં ભણતી હતી ત્યારે સવારે 9 વાગે સ્ટેટિસ્ટિક્સ ક્લાસમાં છુપાઇને બહાર આવી જતી હતી અને બે સિગારેટ પીતી હતી.
બુકમાં લખ્યું છે કે પુત્રીના પેશન 'મૉડેલિંગ'ને ડોનાલ્ડ ટ્રમ્પ એનકરેજ કરતાં હતા. તે ઇચ્છતા હતા કે ઇવાન્ટ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરે જેથી તેના મૉડેલિંગ કેરિયરમાં મદદ મળે. રાઇટર ફોક્સે દાવો કર્યો છે કે જ્યારે ડોનાલ્ડ, પુત્રી પર પ્રેશર કરતાં, ત્યારે ટ્રમ્પની બહેન મેરિયાને તેને ફોન કરીને કહ્યું કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ પુત્રીને બર્બાદ કરી દેશે.
વૉશિંગટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિશે વધુ એક ખુલાસો થયો છે. ટ્રમ્પ તેની પુ્ત્રી ઇવાન્કા પર બ્રેસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન માટે પ્રેશર કરતાં હતા. આ વાતનો ખુલાસો તાજેતરમાંજ આવેલી બુક Born Trump: Inside America's First Family થયો છે. બુકની રાઇટર જેને ફોક્સે લખ્યું છે કે ઇવાન્કાને ટીમ એજમાં મૉડલ બનવાની ઇચ્છા હતી. આ માટે તે દરવર્ષે 44,000 અમેરિકન ડૉલર (લગભગ 29,93,980 રૂપિયા) ફોટોશૂટ પર ખર્ચ કરતી હતીં. આ બુકમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવાર વિશે ઘણીબધી વાતો કરવામાં આવી છે.