અલ્જીરિયાનું મિલિટ્રી પ્લેન ક્રેશ, 100થી વધુ સૈનિકોના મોત થયાની આશંકા
Download ABP Live App and Watch All Latest Videos
View In App'અલ અરેબિયા' અનુસાર, દૂર્ઘટનાસ્થળ દેશની રાજધાની અલ્જીયર્સથી 30 કિલોમીટર દુર છે અને દૂર્ઘટનામાં કોઇપણ બચ્યું નથી. બીબીસીનું માનીએ તો મરનારની સંખ્યા 200ને પાર જઇ શકે છે. આ વિમાન દક્ષિણપશ્ચિમી અલ્જીરિયા માટે રવાના થયું હતું. ટ્વીટર પર શેર કરાઇ રહેલા વીડિયોમાં દૂર્ઘટનાસ્થળ પર ધૂમાડો ઉડતો જોવા મળી રહ્યો છે.
ગલ્ફ ન્યૂઝ અનુસાર, પ્લેનમાં સૈનિકોની સાથે સૈન્ય ઉપકરણ લઇ જવાઇ રહ્યાં હતા. વિમાન સ્થાનીય સમય અનુસાર સવારે 8 વાગે ક્રેશ થયું. એરપોર્ટ તરફ જનારા બધા રસ્તાંઓ બંધ કરી દેવાયા છે, જેથી ઇમર્જન્સી સેવાઓમાં તકલીફ ના પડે. જોકે, અલ્જીરિયન મિલિટરી સુત્રએ સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે વિમાન દૂર્ઘટનામાં કોઇપણ બચી નથી શક્યું.
ટીવી ન્યૂઝ રિપોર્ટ્સ અનુસાર, 14 એમ્બ્યૂલન્સ અને 10 ફાયરબ્રિગેડની ગાડીઓ દૂર્ઘટના સ્થળ પર પહોંચી અને બાકીના ઘાયલોને હૉસ્પીટલ લઇ જવામાં આવ્યા હતા. અલ્જીરિયન રેડિયો રિપોર્ટ અનુસાર, વિમાન કયા કારણે ક્રેશ થયું તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
નવી દિલ્હીઃ આફ્રિકન દેશ અલ્જીરિયામાં એક સૈન્ય વિમાન ક્રેશ થવાથી 100થી વધુ લોકો માર્યા જવાની આશંકા છે. વિમાનમાં મોટાભાગના સૈન્યકર્મી સવાર હોવાનું કહેવાઇ રહ્યું છે. બુધવારે સવારે આ વિમાન બૉફેરિક મિલિટરી એરપોર્ટ પર ક્રેશ થયું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -