અમેરિકાએ ભારત સહિત દુનિયાના 11 દેશોને આપી ધમકી, કહ્યું- 4થી નવેમ્બર સુધી ઇરાનમાંથી પેટ્રૉલ ખરીદવાનું બંધ કરી દો
અધિકારીએ કહ્યું, અમે કોઇપણ દેશને આમાંથી છૂટ નથી આપી શકતાં કેમકે અમારી ઉચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પ્રાથમિકતાઓમાં આ રીતે લગામ કસવી જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરિકાનું માનવું છે કે ભારત-ચીન સહિત લિસ્ટમાં સામેલ 11 દેશો અને તેનાથી જોડાયેલી કંપનીઓ અત્યારથીજ ઇરાન સાથે પેટ્રૉલનો વેપાર ઘટાડવાનું શરૂ કરી દે અને 4થી નવેમ્બર સુધી તેને ઝીરો પર લાવી દેવો જોઇએ.
અધિકારીએ કહ્યું કે, ‘જે કંપનીઓ ઇરાનમાંથી કાચુ પેટ્રૉલ ખરીદી રહી છે, નવેમ્બર પહેલા આયાત બંધ કરી દે. નહીં તો તેમને અમેરિકાના કઠોર આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. અમે તાજેતરમાં જ યુરોપીય દેશોના રાજનાયિકો સાથેની બેઠકમાં આ વાતની સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ.
અમેરિકાન અધિકારીઓ કહ્યું કે, ભારત અને ચીન આ લિસ્ટમાં સૌથી મોટા અને જરૂરી દેશો છે કેમકે તેમની એનર્જીની જરૂરિયાતો વધુ છે. આવામાં ઇરાન પર લાગેલા પ્રતિબંધોને આ દેશો અને તેમની કંપનીઓએ પાલન કરવું પડશે. અધિકારીએ યાદ અપાવી કે વર્ષ 2015 પહેલા અમેરિકાએ ઇરાન પર પ્રતિબંધ લગાવી રાખ્યો હતો. તાજા પ્રતિબંધો અંતર્ગત એ નક્કી કરવામાં આવ્યું છે કે ભારત અને ચીન જેવા દેશોનો ઇરાનની સાથે પેટ્રૉલ-ડિઝલ વેપાર શૂન્ય પર જતો રહે.
અમરિકાના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ ધમકીભર્યા શબ્દોમાં કહ્યું કે, દુનિયાભરના આ 11 દેશોએ 4થી નવેમ્બર પહેલા ઇરાનમાંથી પેટ્રૉલ ખરીદવાનું બંધ કરવું પડશે કે પછી અમેરિકાના નવા આર્થિક પ્રતિબંધો માટે નવા યુગમાંથી પસાર થવા માટે તૈયાર રહેવું પડશે.
તેમને આગળ કહ્યું કે, જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રએ હજુ સુધી આ વિશે ચીન, ભારત કે તુર્કી સાથે વાતચીત નથી કરી, પણ અમે સ્પષ્ટ કરી રહ્યાં છીએ કે પ્રતિબંધ બધાનને ઝીલવો પડશે. અમારો હેતુ બધા દેશોને ઇરાનમાંથી પેટ્રૉલની આયાતોમાં ઘટાડો કરવા માટે દબાણ કરવાનો છે.
વૉશિંગટનઃ અમેરિકાએ મંગળવારે ભારત સહિત દુનિયાના 11 દેશોને ધમકીભર્યા શબ્દોમાં કહ્યું છે કે, ઇરાનમાંથી પેટ્રૉલ-ડિઝલની ખરીદી ના કરે. અમેરિકાએ એવા 11 દેશોનું લિસ્ટ બનાવ્યું છે જે ઇરાનમાંથી પેટ્રૉલ ખરીદી રહ્યાં છે, એ તમામને 4 નવેમ્બર સુધી ઇરાનમાંથી પેટ્રૉલની આયાત બંધ કરવાની ચેતાવણી આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -